દીકરીનો જન્મ થવા ઉપર ખુશીથી ઝૂમી ઉઠે છે આ ડોક્ટર, નથી લેતી એક પણ રૂપિયો, વહેંચે છે મીઠાઈ

હોસ્પિટલમાં દીકરીનો જન્મ થવા ઉપર ખુશીથી ઝૂમી ઉઠે છે આ ડોક્ટર, નથી લેતી એક પણ રૂપિયો, વહેંચે છે મીઠાઈ





આપણા સમાજમાં એવા ઘણા પરિવારો છે જે આજે પણ દીકરાનો મોહ રાખે છે, જો આધુનિક યુગમાં હવે દીકરા કરતા દીકરીને પણ મહત્વ આપવામાં આવી રહ્યું છે ત્યારે આજે અમે તમને





એક એવી ડોક્ટર વિશે જણાવીશું જેને દીકરીના જન્મ ઉપર ખુબ જ ખુશી થાય છે અને તે કોઈ ફી પણ નથી લતી અને એટલું જ નહીં તે આખી હોસ્પિટલમાં મીઠાઈ પણ વહેંચે છે.





આ મહિલા ડોક્ટરનું નામ છે. શિપ્રા ઘર. જે વારાણસીમાં નર્સીંગ હોમ ચલાવે છે. તેમને બનારસ હિન્દૂ વિશ્વ વિદ્યાલયમાંથી MBBS, MDનો અભ્યાસ કર્યો છે.





તેમને વર્ષ 2001માં એમબીબીએસનો અભ્યાસ કરી અને લગ્ન કરી લીધા હતા. લગ્ન બાદ આજે શિપ્રા પોતાનું નર્સીંગ હોમ ચલાવે છે.





શિપ્રાના પતિ પણ ડોક્ટર છે અને તે પણ પોતાની પત્નીનો પોતાના નર્સીંગ હોમમાં સહયોગ કરે છે. શિપ્રાના પતિનું નામ ડૉ, એમકે શ્રીવાસ્તવ છે. બંને પોતાના આ નર્સીંગ હોમની અંદર ખુબ જ શાનદાર કામગીરી કરી રહ્યા છે.





શિપ્રા એક એવી મહિલા ડોક્ટર છે જે પોતાના નર્સીંગ હોમમાં જન્મનારી છોકરીની કોઈ ફી નથી લેતી, જો કોઈ ગર્ભવતી મહિલા શિપ્રાના આ નર્સીંગ હોમમાં ભરતી થાય છે અને જો તે કોઈ દીકરીને જન્મ આપે છે





તો શિપ્રા ફી લેવાની ના પાડી દે છે. દીકરીના જન્મ થયા બાદ શિપ્રા પોતે હોસ્પિટલમાં મીઠાઈ વહેંચે છે અને ખુશીઓ મનાવે છે.





શિપ્રા આજના સમયમાં થઇ રહેલી ભ્રુણ હત્યા રોકવા માટે અને છોકરીઓના જન્મને વધારો આપવા માટે ખુબ જ સુંદર કામગીરી કરી રહી છે. શિપ્રાનો આ એક નાનકડો પ્રયાસ છે લોકોને સમજાવવાનો કે દીકરીઓ પણ ભાર નથી હોતી.





શિપ્રાના નર્સીંગ હોમની અંદર જન્મનારી કોઈપણ દીકરીના માતા પિતા પાસે તે કોઈપણ પ્રકારનો ચાર્જ નથી લેતી.





ભલે પછી ડિલિવરી નોર્મલ કરવામાં આવી હોય કે ઓપરેશન દ્વારા. તે ના બેડનો ચાર્જ લે છે ના કોઈ અન્ય ચાર્જ. અત્યાર સુધી શિપ્રાના નર્સિંગ હોમમાં 100 દીકરીઓનો જન્મ થઇ ચુક્યો છે.





શિપ્રાના આ કામથી ના માત્ર સામાન્ય લોકો પ્રભાવિત થયા છે પરંતુ દેશના પ્રધાનમંત્રી મોદીજી પણ પ્રભાવિત થયા છે. થોડા સમય પહેલા જ પ્રધાનમંત્રી વારાણસી ગયા હતા. તે દરમિયાન જ તેમને શિપ્રાના કામ વિશેની ખબર પડી કે તેઓ ખુબ જ ખુશ થઇ ગયા.





ત્યારબાદ તેઓ શિપ્રાને મળ્યા અને તેની પ્રસંશા પણ કરી. આ સાથે જ તેમને લખ્યું કે “બધા જ ડોક્ટરોએ એક દિવસ મફતમાં ડિલિવરી કરાવવી જોઈએ.”





આ ઉપરાંત શિપ્રા બીજા પણ ઘણા સેવાકીય કાર્યો કરે છે. તે ગરીબ બાળકો માટે અનાજ બેંક પણ ચલાવે છે.





જેના દ્વારા બાળકો અને તેમના પરિવારજનોને અનાજ આપે છે જે લોકો કુપોષણનો શિકાર હોય છે અને ગરીબ હોય છે. આવા લોકોને દર મહિનાની પહેલી તારીખે અનાજ આપવામાં આવે છે.

Comments

Popular posts from this blog

Sub-Zero Face Mask Movie Replica

Nature Inspired Umbrellas

What Are The Best Luxury Car Lease Deals Right Now?