દીકરી અને દાદા ની આ વાત સાંભળવી બોવ ગમે એવી તે કઈ વાત હશે ?

દીકરી અને દાદા ની આ વાત સાંભળવી બોવ ગમે એવી તે કઈ વાત હશે ?





આજે સવારે….મારી દીકરી ના દીકરો રાજુ અને દીકરી ડોલી નો અચાનક મોબાઈલ આવ્યો…
નાનાજી નાનાજી…..અમે વેકેશન માં જુનાગઢ આવીયે ત્યારે રોપ વે માં તમે બેસાડશો ને ?





મેં કીધું…પણ તને કોણે કીધું જુનાગઢ માં રોપ વે બન્યું…..?





એતો મમ્મી કહેતી હતી…આ વખતે વેકેશન માં જુનાગઢ જઈ એ ત્યારે તારા નાનાજી ને કહેવા નું અમને રોપવે માં બેસાડો..





મેં ધીરા અવાજે કીધું..હા બેટા ચોક્ક્સ ..બન્ને બાળકો ખુશ…થયા…





મોબાઈલ બંધ કરી હું વિચારતો હતો મારે બે દીકરી…બન્ને ના ઘરે બે બાળકો..જમાઈ…અને અમે બંને દસ વ્યક્તિ
રૂપિયા 700 x 10 Rs.7000 + GST
નિવૃત્તિ માં વ્યાજ મહિને માંડ સાત હજાર…….આવે છે. .
હું વિચાર માં પડી ગયો…





ત્યાં અંદર થી અવાજ આવ્યો..એય…ય સાંભળો છો ?





મેં ધીરે થી કીધું…એ..હા… ભગવાન નો શ્રાપ છે કે હજુ હું બધું સાંભળું છું…..બોલ…





આપણે રોપ વે માં કયારે બેસવાનું છે ?… સાંભળ્યું છે..ઘરડી વ્યક્તિ ની ટિકિટ ઓછી છે…





હવે મારે આને કેમ.સમજાવું….
750 x 2 1500 રૂપિયા માં દૂધ અને શાક મહિના નું નીકળી જાય..





સાથે વિચાર પણ આવ્યો મારા એક છોકરો અમદાવાદ માં રહે છે ખાનગી કંપની માં નોકરી કરે છે ..





આ ભાંણા..ભાણી અમદાવાદ જઈ મામા અમને C પ્લેન માં બેસાડો એવી જીદ પકડે તો તેનું બાપડા નું શું થાય ? જવાની ટિકિટ રૂપિયા 4800 છે….+ વળતા 4800 +GST
C પ્લેન માંથી.ઉતરી…ફરી સ્ટેચ્યુ ઓફ યુનિટી ની ટિકિટ નો.ખર્ચ…+ અન્ય ખર્ચ
મને તો પરસેવો થઈ ગયો…..





હવે મેં બુમ…મારી..ઍય્યય..ય સાંભળે છે….એક કપ ઠંડા પાણી નો આપ..મને ચક્કર આવે છે…





અંદર થી જવાબ આવ્યો….બેઠા..બેઠા ચક્કર કેમ આવે છે…? ઘી ખાલી થઈ ગયું છે..દુકાને જઈ લઈ આવો.
ચક્કર મટી જશે…..





મિત્રો
જુનાગઢ કે અમદાવાદ આવતા સગા સંબંધીઓ ને વિનંતી કે જેમના ઘરે ઉતરો ત્યારે તેમની સામે બાળકો દ્વારા અઘટિત માગણી કરી તેમને ધર્મ સંકટ માં ન મુકતા…
તમે તો મજા કરી જતા રહેશો….પણ .તેના બજેટ માં પડેલ ખાડો પૂરતા ..પૂરતા..બાપડા ને વર્ષ બે વર્ષ નીકળી જશે…

Comments

Popular posts from this blog

Sub-Zero Face Mask Movie Replica

Nature Inspired Umbrellas

What Are The Best Shampoos For Dry Or Damaged Hair?