સામાન્ય કપડા પહેરીને, ઉઘાડા પગે, દિવાલને ટેકે બેઠેલી વ્યક્તિ, કાગળના ટુકડા પર કંઇક લખે છે (જે પેનની કિંમત ફક્ત 3 રૂપિયા છે.) તેનો હુ તમને પરિચય કરાવૂ.

સામાન્ય કપડા પહેરીને, ઉઘાડા પગે, દિવાલને ટેકે બેઠેલી વ્યક્તિ, કાગળના ટુકડા પર કંઇક લખે છે (જે પેનની કિંમત ફક્ત 3 રૂપિયા છે.) તેનો હુ તમને પરિચય કરાવૂ.





તે કર્ણાટકના માંડ્યા નામના ગામનો વ્યક્તિ છે જેનું નામ શંકર ગૌડા છે. તે કોલકાતા મેડિકલ કોલેજમાંથી એમબીબીએસ, એમડી. કરેલો ડૉક્ટર છે. હા, MBBS, MD.. ડો. શંકર ગૌડા.





તેની પાસે પોતાની ક્લિનિક નથી. પોતાની ચેમ્બર બનાવવા માટે ઓછામાં ઓછા ચાર પાંચ લાખ રૂપિયાની જરૂર હોય છે જે તેની પાસે છે નહી.





તે શહેરથી દૂર 2 ઓરડાના નાના મકાનમાં રહે છે. દર્દીઓ સારવાર માટે ત્યાં છેક કઇ રીતે આવશે ? તેવો વિચાર તેને આવ્યો.





તેથી, રોજ સવારે તે આઠ વાગ્યે શહેરમાં પહોંચે છે અને ફાસ્ટ ફૂડ રેસ્ટોરન્ટની બહાર બેસીને સેંકડો ગરીબ દર્દીઓની તપાસ કરે છે. તે સસ્તી, સામાન્ય દવાઓ પણ લખી આપે છે.





શું તમે ધારી શકો કે આ MD ડૉક્ટર દર્દી પાસેથી કેટલો ચાર્જ લે છે?
તે માત્ર 5 રૂપિયા લે છે, હા, ફક્ત 5 રૂપિયા..
(જાણી જોઈને મફત સારવાર નથી કરતો)
લાખોપતિ, જમીનદારો, શિક્ષકો, વકીલો પણ તેમની પાસે સારવાર માટે આવે છે.





એમડીની ડીગ્રીવાળા ડોક્ટર ગરીબ દર્દીઓ પાસેથી માત્ર 5 રૂપિયા લે છે એ માનવામાં ન આવે તેવી વાત છે.





આજના જગતમાં જ્યાં લોકોની કમાણી દવા અને મેડીકલ સારવારમાં ખર્ચાઈ જતી હોઇ છે, તેવા સમયે અનેક દર્દીઓ માટે તે ભગવાને મોકલેલા દૂત સમાન છે.

Comments

Popular posts from this blog

Nature Inspired Umbrellas

Steve McQueen’s Malibu House

The Innovative 30° Ruler